સાગરસમ્રાટ - 3

(16)
  • 3.3k
  • 1.6k

હુમલો બૂમ પડતાંની સાથે જ સ્ટીમરના એકેએક ખૂણેથી લોકો દોડતાં દોડતાં આવીને નેડર્લન્ડ ફરતા વળ્યા. બૉઈલરમાં કોલસા નાખનાર મજૂરો હાથમાં પાવડો લઈને ઉપર દોડી આવ્યા રસોડામાં વાસણો સાફ કરતા છોકરાઓ પણ ઠામડાં પડતાં મૂકીને દોડી આવ્યા. સ્ટીમરનો કેપ્ટન તથા અમે પણ નેડલૅન્ડ પાસે આવીને ઊભા રહ્યા. નેડલૅન્ડની બાજ જેવી આંખો દૂર ચોટેલી હતી. બધાની નજર તે બાજુ વળેલી હતી. લગભગ દોઢેક માઈલને અંતરે દરિયાની. અંદરથી 'સર્ચ લાઈટ' જેવો પ્રકાશ પાણીને વીંધીને બહાર આવતો હતો. અમે બધા આશ્ચર્યથી સ્તબ્ધ થઈને ઊભા રહ્યા ! મેં એ પ્રકાશને બરાબર તપાસ્યો, તો તે પ્રકાશ વીજળીનો લાગ્યો. વીજળીના પ્રકાશવાળું પ્રાણી કેવું