આપણે આગળ જોયું કે મીરાં અને સંધ્યા નરેશના પિતા સાથે વાત કરી એમના ખબર અંતર પૂછે છે. બેયને લાગે છે કે નરેશની ચિંતા વ્યાજબી જ છે. મીરાં પણ વિચારે છે કે હવે પોતે કેમ મનાવશે બધાને સાદગીપૂર્ણ લગ્ન માટે. મીરાંને પોતાના ભાવિ સસરા સાથે વાત કર્યાનો સંતોષ હતો. એ સંધ્યાને પણ આ બાબતે સાથે રાખી ઘરમાં વાત કરવાના મૂડમાં હતી. આજ ફરી રવિવાર હતો. આજ આખો પરિવાર એક છતની નીચે ધમાલ મચાવવા તૈયાર જ હતો. બધા ફરી ગાર્ડનમાં બેઠા હોય છે ત્યારે જ મીરાં બધા માટે સ્નેકસ અને કોફી લાવે છે. રાજવીએ મીરાંને બેસવા કહ્યું. એણે જોયું કે