વેધ ભરમ - 43

(225)
  • 9.7k
  • 10
  • 5k

કબીરની પૂછપરછ પૂરી કરી રિષભે શિવાનીને પૂછપરછ માટે બોલાવી. થોડીવાર બાદ શિવાની આવીને સામે બેઠી. રિષભે શિવાનીની હાલત જોઇ એ સાથે જ રિષભને સમજાઇ ગયુ હતુ કે તેની પાસેથી માહિતી કઢાવવી પ્રમાણમાં સહેલી પડશે. રોજ એકદમ આરામ દાયક જિંદગી જીવતી શિવાનીની હાલત બે દિવસમાં તો એવી થઇ ગઇ હતી કે જાણે તે મહિનાઓથી બિમાર હોય. સતત એસીમાં એકદમ પોચા અને મુલાયમ બેડ પર સુતી શિવાની માટે હવા ઉજાસ વગરની અંધારી ઓરડીમાં બે રાત કાઢવી ખૂબ જ કષ્ટદાયક નીવડી હતી. શિવાનીની હાલત જોઇ રિષભે વિચાર્યુ કે માણસને હેરાન કરવો કેટલો સહેલો થઇ ગયો છે. નેટ બંધ કરી દો, મોબાઇલ છીનવી લો,