"આસ્તિક"અધ્યાય-16 આસ્તિક બે દૈવી નાગ સાથે જંગલમાં વિહાર કરવા માટે આવ્યા પછી ઊંચા પર્વત પર બેઠેલાં વાનરરૂપમાં હનુમાનજીનાં આશીર્વાદથી બધી વિદ્યાઓ અને જ્ઞાન મેળવી પુષ્ટ થયેલો. ત્યારબાદ જંગલના પ્રાણીઓની ફરિયાદ સાંભળી સરોવર કિનારે બધાં પ્રાણીઓને રંજાડતા સુવ્વરને પાઠ ભણાવતા સિંહ સ્વરૂપ ધારણ કરીને એને પડકાર્યો. સુવ્વરનાં વેષમાં માયાવી રાક્ષસજ હતો એણે પણ આસ્તિકને સિહ સ્વરૂપમાં જોઇને સિહનું રૂપ ધરીને લડાઇ કરવા સામે આવ્યો. આસ્તિક હજી બાળ હતો છતાં બહાદુર હતો એની પાસે અગમ્ય શક્તિઓ હતી એનાં પિતા પાસેથી મળેલી વિદ્યા અને હનુમાનજી પાસેથી મળેલી અમોઘ શક્તિઓ હતી. આસ્તિકે સિંહ સ્વરૂપે ઊંચી છલાંગ મારીને માયાવી સિહને પડકારી એનાં પર હુમલો કર્યો.