સપના ની ઉડાન - 48

  • 3.4k
  • 1
  • 1.4k

એક નવા દિવસ અને નવી સવાર સાથે પ્રિયા અને રોહન પોતાની એનજીઓ માં દાખલ થયા.. એનજીઓ માં પ્રિયા અને રોહન સાથે બીજા ૨૦ વ્યક્તિ કામ કરી રહ્યા હતા... એનજીઓ ખૂબ મોટી નહોતી , બસ અંદર એક ઓફિસ અને બહાર મોટો હોલ હતો ..જ્યાં બીજા નાના મોટા કાર્ય થતાં હતાં.. એનજીઓ માં કામ કરતા દરેક વ્યક્તિને પ્રિયા અને રોહન પોતાના પગાર માંથી બચાવેલ પૈસા માંથી પગાર ચૂકવતા.. પ્રિયા અને રોહન ત્યાં કામ કરતા દરેક વ્યક્તિ સાથે પોતાના પરિવાર ની જેમ જ વ્યવહાર કરતા.. એટલે આજે તેઓ બંને સાથે બધાને એનજીઓ વિશે ખુશખબર સંભળાવવા ગયા... પ્રિયા અને