સપના ની ઉડાન - 44

  • 3.4k
  • 1
  • 1.5k

વિચાર કરતા કરતા પ્રિયા ને મોડી રાત્રે ઉંઘ આવી. આ સાથે પ્રિયા એક સપના ની દુનિયામાં સરી પડી... આ સપના માં તેણે જોયું કે રોહન ની સગાઈ થઈ રહી હતી.. તેની સાથે જે છોકરી હતી તેનો ચહેરો દેખાતો નહોતો.... પ્રિયા ત્યાં જઈ રોહન ને રોકવા માટે બૂમો પાડવા લાગી... પણ ત્યાં જાણે પ્રિયા નું કોઈ અસ્તિત્વ જ ના હોય તેમ કોઈને પણ તેનો અવાજ સંભળાતો નહોતો... પ્રિયા રોહન નો હાથ પકડવા ની કોશિશ કરવા લાગી , પણ તે તેનો હાથ પકડી નહોતી શકતી... અને અચાનક તેની સામે અંધારું થવા લાગ્યું... બધા લોકો દેખાતા બંધ થવા લાગ્યા... તેની