રોહન ના ગયા પછી પ્રિયા પણ હોસ્પિટલ જતી રહી. ત્યાર પછી તે તેના કામ માં વ્યસ્ત થઈ ગઈ. તેનું કામ પૂરું થતાં જ તે પોતાના રેગ્યુલર સમય એ કેન્ટીન એ જમવા આવી, દરરોજ તે અને રોહન આ સમય એ જ કેન્ટીન એ સાથે મળતા અને સાથે જમતા પણ આજે રોહન ત્યાં હતો જ નહિ. આ જોઈ પ્રિયા એ રોહન ને ફોન લગાવ્યો પણ ફોન લાગતો નહોતો. ત્યાં બાજુમાંથી રોહન નો મિત્ર હિતેન નીકળ્યો, આ જોઈ પ્રિયા એ તરત તેને પૂછ્યું," હિતેન ! તને ખબર છે રોહન ક્યાં છે ? એ જમવા પણ ના આવ્યો... "હિતેન :