ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - 16

  • 3.4k
  • 3
  • 1.2k

તક્ષક અને અસ્તિકાનું નામ સાંભળીને રાજા વિશ્વર અને સેનાપતિ ચંદ્રકેતુના ચહેરા પર ચિંતાની રેખાઓ છવાઈ ગઈ. તક્ષકએ દેવરાજ ઇન્દ્રનો ખાસ મિત્ર હતો અને માણસો પ્રત્યે અત્યંત નફરત કરતો હતો. જ્યારે અસ્તિકા એ શેષનાગની બહેન મનસાનો દિકરો હતો. આ બંને નાગ એકલા એક અક્ષોહિણી સેના બરાબર હતાં. માહીએ સેરાહ સામે જોયું એટલે સેરાહએ કહેવાનું શરૂ કર્યું.,”આપણે નાગ વિષે ચિંતા કરવાની જરૂર નથી. રાજપ્રસ્થ પાસે પૂરતું સૈન્યબળ છે અને વિશાળ નૌકાકાફલો પણ છે. આપણે જો આ ક્ષણે યવદ્વીપ પર આક્રમણ કરીએ તો પણ આખું રાજ્ય જીતી શકીએ તેમ છીએ. પરંતુ તેમ કરવાથી બંને રાજ્ય વચ્ચે શત્રુતા વધી જશે. માટે આપણે ફક્ત પ્રતિકાર કરી