નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 08.

  • 3.2k
  • 1
  • 1.4k

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 08. મિત્રો, સોપાન 07 માં આપણે જોયું કે નવરાત્રીના પ્રથમ દિવસની રમઝટની શરૂઆત થોડી ધીમી પણ સારી રહી. પરિતાના સાથમાં હર્ષ મન મૂકીને રમઝટ રમ્યો. પરિતા પણ માત્ર હર્ષના સાથની અપેક્ષાએ જ રમઝટ દિલ દઈને રમી. પરંતુ એની વિપરીત અસર હરિતાના મનોભાવમાં જોવા મળી. હરિતાને સતત ડર રહે છે કે હર્ષ પરિતા તરફ ઢળી નહીં જાય ને ! હર્ષ તો હરિતાના મનનો મીત છે જેની હર્ષને પણ જાણ નથી. હરિતા આ વાતને પકડીને, તેની મમ્મીને ખોટું બોલીને રમઝટ મેદાનમાં હર્ષ સાથે રોકાય ગઈ. બધા ગયા પછી હરિતા હર્ષને આઈસ્ક્રીમ પાર્લરમાં લઈને ગઈ, જ્યાં હરિતાએ હર્ષને