The Next Chapter Of Joker - Part - 8

(11)
  • 4.3k
  • 2.4k

The Next Chapter Of JokerPart – 8Written By Mer Mehul બાર વાગી ચૂક્યા હતા પણ મુસ્કાન હજી નહોતી આવી. છેલ્લી બે કલાકથી અવિનાશ બસ સ્ટોપ પર તેની રાહ જોઇને ઉભો હતો. એકવાર તેણે હિંમત હારી લીધી હતી અને આજે એ નહિ આવે એમ વિચારીને બાઇક પાસે પણ પહોંચી ગયો હતો પણ, પછી તેનો વિચાર બદલાયો એટલે ફરી એ તેની રાહ જોતો સ્ટોપ પર આવીને ઉભો રહ્યો હતો. થોડીવાર થઈ એટલે અવિનાશને ડાબી તરફથી એક બુરખાધારી છોકરી ચાલીને આવતી દેખાઈ. એ મુસ્કાન છે કે નહીં એ તપાસવા તેણે એ છોકરી સાથે આંખો મેળવી. અવિનાશનાં ચહેરા પર આપોઆપ સ્મિત વેરાય ગયું.