સાગરસમ્રાટ - 1

(13)
  • 5.1k
  • 2
  • 2k

૧૮૬૬ ની સાલમાં એક એવો બનાવ બન્યો કે જેના સમાચારથી અમેરિકા અને યુરોપની દરિયાકાંઠા ઉપર રહેતી. વસ્તીમાં ભારે ખળભળાટ મચી ગયો. એમાંયે મોટા મોટા દરિયાના વેપારીઓ અને ખલાસીઓ તો ગભરાઈ ઊઠ્યા હતા. વહાણના કૅપ્ટનો પણ આ બનાવને લીધે પોતાની સ્ટીમરો ઉપાડતાં બહુ વિચારમાં પડી જતા અને આને પરિણામે મોટાં મોટાં રાજ્યો ઉપર પણ તેની ભારે અસર થઈ. રાતદિવસ દુનિયા ઉપરના ગમે તે ભાગમાં નિર્ભયપણે પોતાનાં વહાણો હાંકનારા ખલાસીઓ એક એવી. વાત લાવ્યા કે દરિયામાં એક ભારે ચમત્કારિક વસ્તુ દેખાય છે. અત્યાર સુધી આવું વિચિત્ર પ્રાણી દીઠામાં કે સાંભળવામાં કદી આવ્યું નથી.