એ છોકરી - 6

  • 4.3k
  • 1
  • 2.4k

ભાગ – 6" એ છોકરી "(ભાગ-5 માં આપણે જોયું કે તેમ ડાહ્યાભાઈ સાથે વાત થઈ, રૂપલીને શહેરમાં લઈ જવા બાબતે, તેમણે એક અઠવાડિયાનો સમય માંગ્યો)ડાહ્યાભાઈ સાથે વાત થયા પછી હું એ દિવસે શહેર પરત ફરી. શહેર આવ્યા બાદ સાંજે હું રોનકને મળી. રોનક મારા પતિ છે, તેઓ દિવસે પોતાની ઓફિસ હોવાથી અમે સાંજે મળી શક્યા. ફોન પર આ બધી વાતો જણાવવી યોગ્ય ન હતી એટલે રૂબરૂમાં જ વાત કરીશ એમ મેં નક્કી કરેલું. હું પોતે સરકારી કોલેજમાં પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતી હતી. મેં ઈંગ્લીશ લીટરેચરમાં પી.એચ.ડી.પુરુ કર્યું હતું.રોનકને રૂપલી વિશે સાંજે બધુ પરવારીને અમે અમારી અગાશીમાં આરામ કરવા બેઠા હતા