કાશ્મીર હાઈવે... - ડ્રાઈવર..

(32)
  • 5.7k
  • 4
  • 1.8k

ડ્રાઇવર...... થોડા વર્ષ પહેલાની વાત છે.અમે કાશ્મીર ફરવા ગયેલા, અમે પાંચ પરિવાર હતા. બધા ચાર-ચાર... વીસ જણા હતા. ફરવાની ખૂબ મજા આવી, હવે અમારે પાછા ફરવાનો સમય હતો. ચાર પરિવારની ટીકીટ ટ્રેનની હતી, અને અમારા એક પરિવારની પ્લેનની ટીકીટ હતી. એ ચાર પરિવારની ટીકીટ પઠાણકોટથી હતી અમારી જમ્મુથી હતી. ત્યાંની હોટલવાળાએ સાઈટસીન માટે અમને એક બસ બાંધી આપેલી જે બધાને પઠાણકોટ ઉતારવાની હતી. રાત્રે આઠ વાગે અમને બધાને પઠાણકોટ ઉતાર્યા, હવે અમારે જમ્મુ જવાનુ હતુ અને બસ વાળો પણ જમ્મુથી દસ કિલોમીટર દુર એક નાનકડા ગામનો હતો. અમે કહ્યુ અમને લેતા જાવ જમ્મુ તો પહેલા એ એકનો બે ન થયો.