સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 1

(22)
  • 5.8k
  • 3
  • 2.6k

તું ધોકેબાજ છું! યુ હેવ ચિટેડ મી! ધીમે રહીને પણ બહુ જ ભારોભાર રીતે નયને કહ્યું. હા, ઓકે! હું જ ધોકેબાજ... હું જ એ બધું જ જે તું માને છે... એક વ્યક્તિને બીજા કેટલું પણ કેમ ના સમજાવી લે, પણ એ વ્યક્તિ સમજશે તો એટલું જ જેટલું એને સમજવું છે... અનન્યા એ કહ્યું. જો મારી સામું પણ જોતી ના... ખબર નહિ હું ખુદ શું કરી બેસુ! નયને જાણે કે રીતસર જ ધમકી આપી. બપોરનો સમય હતો, ઘરમાં બધા મોટાઓ તો આરામ કરી રહ્યા હતા, પણ છોકરાઓ ને હજી ઊંઘ નહોતી આવી રહી. અમુક ફોનમાં વિડિયો તો અમુક ગેઇમ રમતા હતા.