લવ રિવેન્જ-2 Spin Off - પ્રકરણ-2

(90)
  • 8.1k
  • 8
  • 3.6k

લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-2 “તો..! તું બરોડામાં જ ભણે છેને...!?” નેહાએ જોડે ચાલી રહેલાં સિદ્ધાર્થને પૂછ્યું. પાર્કિંગમાંથી લગ્ન મંડપમાં જવાં માટેનો પાછલો ગેટ બંધ હોવાથી બંને આગળનાં ગેટ તરફ ચાલતાં-ચાલતાં જઈ રહ્યાં હતાં. “હાં....!” નેહાની સમાંતર સહેજ અંતર રાખીને ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થે હળવું સ્મિત કરીને કહ્યું. “તું અમદાવાદ...!” “ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” નેહા કઈંક પૂછવાંજ જતી હતી ત્યાંજ સિદ્ધાર્થનો મોબાઈલ રણક્યો. “ઓહ....!” મોબાઈલ સ્ક્રીન ઉપર તેનાં પપ્પાં કરણસિંઘનો નંબર જોઈને સિદ્ધાર્થ બબડ્યો અને નેહા સામે જોયું. “ઇમ્પોર્ટેંટ કૉલ છે...!?” નેહાએ પૂછ્યું “તો વાત કરીલે...! હું જાઉં છું...!” “ના....ના....!” ફોન લોકનું બટન દબાવી દઈને સિદ્ધાર્થે તેનો મોબાઈલ પોકેટમાં મૂકતાં કહ્યું