હું હોસ્પિટલ હતો ત્યારે એક કાકા વ્હીલચેરમાં આવ્યા. કાકા બીમાર ના હતા પણ મેડિક્લેમ માટે આવ્યા હતા કાકાની ઉંમર કદાચ ૪૭ વર્ષ જેટલી હશે. કાકા વ્હીલચેરમા આવ્યા તેનું કારણ તેમને બાળપણથી જ પોલિયોની અસર બંને પગમાં થઈ ગઈ હતી એટલે કાકા સરખું ચાલી શકતા ન હતા કે એકલા ઊભા પણ રહી શકતા ન હતા.એમનું વજન કરવાનું હતું અને હાઇટ પણ માપવાની હતી એટલે મેં કાકાને હાથ લાંબો કર્યો તે સરખા ઊભા રહી શકે એ માટે ત્યારે જ અમારા ઈન્શયોરન્સના સાહેબે મેડિકલ હિસ્ટ્રી માટે પૂછ્યું કાકા બીજી કઈ તકલીફ છે આપને ? કાકાનો તરત જવાબ આવ્યો ના સાહેબ કોઈ તકલીફ નથી