સુંદરી - પ્રકરણ ૮૩

(134)
  • 5.8k
  • 10
  • 2.8k

ત્ર્યાંશી “હા તમે હજી પણ ખુલીને નથી બોલી રહ્યા. વરુણ, મને ખબર છે કે આપણે બંને એક બહુ મોટી ગેરસમજણમાંથી પસાર થયા છીએ. પણ જેમ મેં હિંમત કરીને એક ડગલું આગળ વધાર્યું અને તમને સામેથી મળવા બોલાવ્યા, ગેરસમજણ દૂર કરી અને અત્યારે તમારી સાથે રાજીખુશીથી લંચ કરવા પણ આવી છું, એમ તમે પણ તમારું મન, તમારી ભાવનાઓ, તમારા શબ્દો આ બધાંને મુક્ત કરી દો.” સુંદરી અત્યંત ભાવુક બનીને બોલી રહી હતી. “ના, ના હું ઓકે જ છું. મારા મનમાં તો તમારા પ્રત્યે ક્યારેય કોઈ ગેરસમજણ હતી જ નહીં. હા, મારી ઈચ્છા જરૂર હતી કે કોઈ એક દિવસ તમારી મારા