ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 26

(40)
  • 3.1k
  • 4
  • 908

કાળા પહાડો. ******* હાથીની ધરતી ધ્રુજાવે એવી ચીંઘાડ સાંભળીને પેલા જંગલી માણસનું નિશાન ચૂક્યું અને એણે છોડેલું તીર મેરીને વાગવાની જગ્યાએ હાથીની આંખમાં ઘુસી ગયું. તીર આંખમાં ઘુસ્યું એટલે હાથી ફરીથી વેદના ભરી ચીંઘાડ પાડી ઉઠ્યો. આ વખતે હાથીની ચીંઘાડનો અવાજ એટલો ભયાનક અને વેદનાભર્યો હતો કે એના અવાજથી આજુબાજુનું વાતાવરણ ધ્રુજી ઉઠ્યું. આજુબાજુના વૃક્ષોમાં બેઠેલા પક્ષીઓ પણ હાથીની આ વેદનાભરી ચીંઘાડની અવાજની ફફડી ઉઠ્યા. રોબર્ટ અને મેરી હાથી ઉપર બેઠા હતા એટલે એમણે જંગલીએ તીર એમની તરફ છોડ્યું એ તો દેખાયું પણ હાથીને ક્યાં વાગ્યું એ ના દેખાયું. પણ જયારે હાથીએ ફરીથી પોતાની સૂંઢ ઊંચી કરી ત્યારે