"આસ્તિક"અધ્યાય-15 આસ્તિક માતાપિતાની રજા લઇને બે દૈવી નાગ સાથે જંગલમાં ફરવા નીકળી ગયો. માત્ર આઠ વર્ષની વયે એની બહાદુરી જોઇને માઁ જરાત્કારુ અને પિતા જરાત્કારુને ખૂબ આનંદ થયેલો. માઁને થોડીક ચિંતા હતી પરંતુ પાછું મનમાં વિચાર્યુ કે હું આમ ચિંતા કરીને એને રોકીશ તો એનો વિકાસ કુંઠીત થઇ જશે. ભલે વિચરતો જંગલમાં આમ પણ એનાં જીવનમાં એણે ઘણાં પડકારોનો સામનો કરવાનો છે અને ભગવાન વિષ્ણુમાં આશીર્વાદ છે મહાદેવની શક્તિ છે બ્રહ્માજીએ બુદ્ધિ આપી છે પછી શા માટે મારે ફીકર કરવી. આસ્તિક જંગલમાં આગળને આગળ વધી રહેલો ત્યાં થોડેક આગળ જતાં ખૂલ્લુ વિશાળ મેદાન આવ્યું અને સામે ઉચો વિશાળ પર્વત. એ