અધૂરો પ્રેમ (સીઝન ૨) - 2

(15)
  • 4.3k
  • 1.8k

અધૂરાં પ્રેમ (Season 2) ના પહેલા અંકમાં આપણે જોયુ કે વાર્ષિક દિવસ વખતે તારા અને અર્જુનના પ્રમોશન અને મુંબઇ ટ્રાન્સફર, આમ બે જાહેરાત થઇ હતી. આ વાતથી તારા પાર્ટીમાં અપસેટ થઈ ગઈ હતી. હવે આગળ.... પાર્ટીમાંથી ઘેર પહોંચ્યા પછી તારા થોડી ડિસ્ટર્બ હતી. સિતારા ને સુવડાવ્યા પછી એ પોતાના માટે આદુવાળી ચા બનાવીને બહાર બાલ્કનીમાં આવી. કઠેડા પાસે ઉભા ઉભા એ વિચારી રહી કે એને શેનો ડર છે? એવું શુ છે જે એને પરેશાન કરી રહયુ છે? હજી તો સિતારા ઘણી નાની છે એટલે એને બીજી સ્કૂલમાં મૂકી દેવાશે. અને મમ્મી પપ્પાની તબિયત પણ હજુ ઘણી સારી છે એટલે એમને