શ્રી રાધાવતાર....લેખક :શ્રી ભોગીભાઈ શાહપ્રકરણ 19 :શ્રી રાધા કૃપાર્થે ગોપીભાવ અનિવાર્ય.... વિવિધ વિષયોથી શોભતું કૃતિનું વિષયવસ્તુ.,....દરેક નવું પ્રકરણ નવો વિષય ,વિચાર દ્રષ્ટિ, નવો ભાવ નવા નવા પાત્રો દ્વારા પીરસે છે આમ છતાં સમગ્ર કેન્દ્રમાં તો રહે છે ફક્ત રાધા રાણી..... ઉદ્ધવજીની લાક્ષણિક વકૃત્વ શૈલીથી આનંદ મગ્ન બનેલા રુકમણીજી કૃષ્ણ ભવન પર પહોંચ્યા ત્યાં શ્યામસુંદર હજુ વધારે આનંદ આપવા પાર્થ સાથે રુકમણી ની રાહ જોઈ રહ્યા હતા. રુકમણીજીને થયેલા આનંદનું કારણ સમજાવતાં શ્રી કૃષ્ણ લીલા કથાને મહત્વનો વિષય ગણાવે છે. દિવ્ય અવતાર કથાની વાત