કલંક એક વ્યથા...9 આજ બિંદુના મકકમ ઈરાદા આગળ સમય પણ હાર્યો હતો. આજ જાણે બહુ જલ્દી રાત થઈ ગઈ હતી. બિંદુ ભારતના પોતાના ગામ અને પોતાના ઘરના સપના જોતી સુવાની કોશીશ કરવા લાગી. ઓરડાની દિવાલોને જાણે ' બાય બાય ' કરતી હોય એમ નિહાળી રહી હતી. એ ઈંટ પથ્થરની દિવાલો એ બિંદુના કપરા સમયની સાક્ષી હતી. એના દર્દની એના પર થતા અત્યાચારની સાક્ષી હતી. એના વિતેલા સમય અને રોળાયેલા સપનાની સાક્ષી હતી. પરંતુ આજ જાણે દિવાલો પણ બિંદુને સાથ અને આશીર્વાદ આપી મુક્ત થવા વિનવી રહી હતી. દિવાલોને કાન હોય એ તો સાંભળ્યુ જ હતુ, પણ અહીં તો દિવાલોને જાણે