ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-69 માય ઇન્ડીયા ટીવીનાં સર્વે સર્વા પોતેજ બ્રેકીંગ ન્યૂઝ રીલે કરવા તૈયાર થઇ ગયાં. નીલાંગે જ્યારે એમને એની મૂળ ઓળખ આપી આઇકાર્ડ, પુરાવા બધુ જ એમને બતાવીને વિશ્વાસમાં લીધાં હતાં. ઘણાં સમયથી મી.કોટનીસ નીલાંગનાં સમાચાર એમનાં પેપરમાં વાંચતા હતાં વળી મી. રાનડે, મી.કાંબલેને બધાને કોટનીસ સારી રીતે ઓળખતાં હતાં. હમણાં ઘણાં સમયથી ઇન્ડસ્ટ્રીયલીસ્ટ, રાજકારણીઓ ખાસ કરીને અભ્યંકર અને એમની સરકારનાં પ્રધાનો અંગે મી. રાનડેનાં અખબારમાં ન્યુઝ આવતાં હતાં. છેલ્લાં કેટલાંક દિવસથી સરકારી ચેનલો અને એમનાં આશ્રય નીચે ચાલતાં અખબારોએ મી.રાનડે, કાંબલે ત્થા નીલાંગ પત્રકાર ભૂગર્ભમાં જતા રહ્યાનાં સમાચાર હતાં. એટલે મી. કોટનીસે જ્યારે નીલાંગ પાસેથી બધી વિગત લીધી