મર્ડર માસ્ટરી (આઝમપુર) - 3

(62)
  • 5.1k
  • 3
  • 1.8k

દિલ્લી ક્રાઇમ બાન્ચના વડા અનિકેત શર્માને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. તેઓ કોસ્ટેબલ વૈશાલી અને પીઆઇ એમ.કે.રાઠોડ તથા ત્રણ ચાર પોલીસ જવાનો સાથે એમના ક્વાર્ટર તરફ જવા રવાના થયા હતા. પંદર મિનિટમાં તો પોલીસ કાફલા સાથે અનિકેત શર્મા એમના ક્વાર્ટરે આવી પહોંચ્યા. આખી ઘટના જાણ્યા બાદ વૈશાલીના મનમાં એક પ્રશ્ન ઉભો થતો હતો કે ગુનેગાર આમ ખુલ્લી રીતે શા માટે પોલીસને ધમકી આપી રહ્યો હતો ? અને એ પણ ક્રાઇમ બ્રાન્ચના વડા અનિકેત શર્માને.!! આ વાત ખરેખર હેરાન કરી નાખે એવી અને આશ્ચર્ય ઉપજાવે એવી હતી. ખરેખર ગુનેગાર આવું શા માટે કરી રહ્યો હશે ? અને આવું