આઇ હેટ યુપ્રકરણ-8 રાજે ઘરે આવીને એનાં મંમીપાપા સાથે વાત કરી. નંદીની સાથેનો પ્રેમ સંબંધ ફરી દોહરાવ્યો. લગ્ન માટે મેં એને વચન આપ્યું છે એ પાળીશ. એનાં મંમી પાપા એ પણ વાત વધાવી લીધી અને કહ્યું પણ તુ ભણી ગણીને તૈયાર થાય પછીજ તારો સંબધ લગ્નમાં પરીણમશે. નંદીનીનાં પાપાને બતાવવા માટે ડોક્ટર અંકલનો સમય પણ લઇ લીધો. રાજની મંમીએ પણ કહ્યું 4 વાગે નંદીનીને ઘરે બોલાવી લે હું મળી લઊં. રાજ ખૂબ ખુશ થઇ ગયો. આનંદનાં આવેશમાં એનાં રૂમમાં જઇને નંદીનીને ફોન જોડ્યો અને બધાઇ આપતાં બોલ્યો. "નંદુ મંમી પપા બંને રાજી છે. મંમીએ તને 4 વાગે ઘરે બોલાવી છે