ઇશ્ક ઇન ડિફરન્ટ વે...(ટેઢા હૈ પર મેરા હૈ) - 3 - અંતિમ ભાગ

  • 2.5k
  • 664

(પ્રેમાળ વ્રત...લાગણીનો વરસાદ ભાગ-3) હાશ....નવરા નવરા અને ભૂખ્યા ટાઈમ પણ નથી જતો.કંઈ વાંધો નઈ આપણે ચા બનાવીને પીશું.? વિચારતાં વિચારતા હું બહાર આવી જોયું તો સાહેબ ન્યૂઝપેપર વાંચે છે.એમના તરફ નજર કરતાં હું રસોડામાં આવી દૂધ લેવા ફ્રીજ ખોલ્યું.ફ્રીજ અત્યંત ઘાયલ અવસ્થામાં હતું અને હોય જ ને કાલે આખો દિવસ લાવી લાવીને ભર્યું હોય તો... કંઈ નઇ ચા પીયને સાફ કરું એમ વિચારીને દૂધ લીધું અને ચા બનાવી.એક કપ ચુપચાપ એમને પકડાવી આવી એ ફરી શરૂ થાય એ પેહલા ભાગીને રસોડામાં આવી.અંદર આવીને મનમાં વિચાર આવ્યો.... રિસાણા છે એ મારાથી તો, હું એમને માનાવું શુકામ,