શહિદ ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ ………………………………………………………… DIPAKCHITNIS (dchitnis3@gmail.com) બ્રિટીશ સલ્તનતની ઉંધ ઉડાડી દેનાર ભારતનો સપુત "સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુ- એ-કાતિલ મેં હૈ" આ પંક્તિઓ આપે ઘણીવાર સાંભળી હશે, પણ જાણો છો એની રચના કોણે કરી હતી ? હા....એના રચનાકાર છે આપણા શહિદ ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ. રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ૧૧ જૂન ૧૮૯૭એ ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં થયો હતો. તેમણે પોતાના ક્રાંતિકારી જીવનમાં મૈનપુર અને કાકોરીકાંડને અંજામ આપ્યો. ભારતના મહાન ક્રાંતિકારી અમર શહીદ રામપ્રસાદ બિસ્મિલ જે આજે પણ આપણા લાખો યુવાઓના પ્રેરણા સ્ત્રોત છે. અમરકથાઓ જેમણે પોતાની બહાદુરી અને સુઝબુઝથી બ્રિટિશ હુકૂમતની ઊંઘ