પત્ર

(27)
  • 5.7k
  • 3
  • 1.5k

વ્હાલા કાન્હા,કેટલા દિવસથી વિચારતી હતી કે તારી સાથે વાત કરું. પણ જાણે સમય જ ખબર નહિ ક્યાં વહી જતો હતો. એનો અર્થ એ નહિ કે હું તને ભૂલી ગઈ. તું તો શ્વાસે શ્વાસે હોય તો કેમ કરી ભૂલું? પણ આજે તો નક્કી જ કરી લીધું કે તારી સાથે વાત કરી જ લઉં એમ. એટલે તને આજે પહેલો પત્ર લખવા બેઠી છું.મને ખબર છે આ દુનિયામાં સૌથી પરફેક્ટ જો કોઈ હોય તો એ તું જ છે. એટલે જ તો પૂર્ણપુરુષોત્તમ કહેવાય છે ને. પણ તું તો મારો વૃંદાવન નો કાનુડો તે કાનુડો જ. બધા ભગવાન કહીને તને ઘણું માન આપતા હશે