સમાજના નિષ્ઠાવાન વીર જવાનોને વંદન..

(12)
  • 3.6k
  • 844

આજે આપણે ઘરમાં શાંતિથી સૂતા છીએ તેનું કારણ એ છે કે દેશભક્તિથી રંગાયેલા વીર જવાનો દેશના સીમાડા સાચવીને બેઠા છે અને સીમાડાની અંદર જે – તે રાજ્યના પોલીસના જવાનો આપણાં સૌનાં રક્ષણ કાજે હર હમેશાં તૈયાર જ હોય છે. હા,આજે મારે તમને વાત કરવી છે પોલીસના જવાનો વિશે.જેનું સૂત્ર જ સેવા – સુરક્ષા – શાંતિ છે.પહેલાં ફિજીકલ પરીક્ષા અને પછી લેખિત પરિક્ષામાંથી પાસ થવું પડે છે અને ત્યાર બાદ પોતાના વતન થી દૂર દિવસ કે રાત જોયા વગર જ આ લોકો હુલ્લડ - કોમી રમખાણો – ચુંટણી બંદોબસ્ત – ગરીબ કલ્યાણ મેળા – વીવીઆઇપી સુરક્ષા – કોઈ મંત્રી આવવાના હોય