પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨૩રેતાને ક્યાંય ના જોઇને જામગીરને જયનાનો ડર લાગ્યો. જયનાનો હવે ભરોસો ન હતો. ચિલ્વા ભગતે રાત્રે જ ચેતવ્યા હતા. જયનાની સાથે તેમને શું વાત થઇ અને તેની ચુંગાલમાંથી તે કેવી રીતે બચી ગયા એ જાણવાનું બાકી છે ત્યારે આ નવી આફત આવી ગઇ છે. રેતાનો રૂમ ખુલ્લો રાખીને ભૂલ કરી છે. એને મારા રૂમમાં જ સૂવાનું કહેવાની જરૂર હતી અથવા મારે રાત્રે જાગતા રહીને ઘરની ચોકી કરવાની જરૂર હતી. રેતાએ સવાર સવારમાં ઉંઘ હરામ કરી દીધી છે. આ વાતની ખબર પહેલાં ચિલ્વા ભગતને કરવી પડશે.વિચાર કરતાં જામગીર ઝડપી પગલે ચિલ્વા ભગતના ઘર પાસે પહોંચ્યા ત્યારે