ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ ૧૫ )

  • 2.9k
  • 1
  • 1.2k

સવારે નક્કી થયેલા સમયે સોમચંદ ,ઓમકાર અને ક્રિષ્ના રેડ્ડી ડૉ.રોયના ઘરે પહોંચ્યા .ત્યાંથી મહેન્દ્રરાયને સાથે લેવાના હતા . સ્વાતિ પણ જીદ કરીને સાથે આવવા માંગતી હતી . અને એની ઈચ્છાને વશ થઈ ડૉ.રાયે એને પણ સાથે લઇ જવા જણાવ્યું હતું . નિર્ધારિત સમયે ગાડી મહેન્દ્રરાયના ગામ જવા નીકળી ગયા . ગઈ કાલે રાતે જ બળવંતરાયને આના વિશે જાણ કરવામાં આવી હતી . મહેન્દ્રરાયે પોતાની જીપ સાથે લીધી હતી . ખુલ્લી જીપમાં શરૂ થઈ ગયેલા શિયાળાની ઠંડી મહેસુસ થઈ રહી હતી . ઝડપ વધવાની સાથે સ્વાતિને વધુને વધુ ઠંડી અનુભવી રહી હતી . આ જોઈને મહેન્દ્રરાયે પોતાનું પ્રિય લેધર