પંચતત્ત્વ - અંતિમ ભાગ

  • 3k
  • 1
  • 1.2k

ઉર્વી હવે પંચતત્ત્વોયુક્ત સંપૂર્ણ પરિપક્વ થઈ ગઈ હતી. તેના ચહેરા પર એક અનોખું તેજ ચમકી રહ્યું હતું. પાર્ટી ના બીજે દિવસે જ ઉર્વી એ તેના હાથ નીચે કામ કરતાં માણસોને પોતાના હાઇસ્કૂલના એ જોષી સર કે જેણે તે સમયે શાળામાં વિશેષ લેક્ચર દ્વારા પંચ તત્ત્વો જાગૃત કરી શકાય તેની સમજ આપી હતી તેના વિશે માહિતી મેળવી લાવવા કહ્યું.સાંજ પડ્યે જ જોષી સર વિશે માહિતી મળી ગઈ. હાલ તે નિવૃત્ત જીવન જીવતા હતા. તેના શહેરમાં જ હજુ પણ રહેતાં હતા. અક્ષિત ને જાણ કરી મળેલા ઘરના સરનામે તે સાંજે જ ઉર્વી જોષી સરને મળવા પહોંચી ગઈ. ઉર્વીને જોઈને જોષી