મૌનમાં ચૈતન્યનો નાદ શોધતા શીખી લીધું.. તુટેલાં હ્રદયનાં ટુકડાઓને કવિતાઓમાં વણતાં શીખી લીધું.. વિસરાયેલાં સપનઓને ધુમ્રની સેરોમાં ઉડાવતા શીખી લીધું... કોશિશ તો કેટલીય કરી હશે અા જીંદગીએ મને હરાવવાની પણ સવાલ વટનો હતો... મે જીરવાતાં દુ:ખોમાં હસતા શીખી લીધું... નવી લખેલી કવિતા ઉપર છેલ્લી નજર નાખીને મે ડાયરી બંધ કરી. ટુંક સમયમાં શરું થનારા મેટ્રો ટ્રેનનાં પ્રોજેકટમાં એટલું કામ રહેતું કે બીજી કોઇ વસ્તુ માટે ભાગ્યે જ સમય મળતો. પ્રોજેકટનાં મુખ્ય એન્જિનિયરિંગ હેડ હોવાનાં નાતે રુટ-પ્લાનિંગથી લઇને લેન્ડ એલોકેશનની બધી જવાબદારી મારા ઉપર જ હતી. ઉંડો શ્વાસ લઇને હું બારી પાસે અાવ્યો. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. હું તોફાની