સાપસીડી 17 પ્રતીક અને તૃપ્તિને જુદા જુદા શહેરમાં જુદા સ્થાને પાર્ટી એ હોદ્દા અને જવાબદારીઓ સોંપી દીધી હતી. અને બને સારી રીતે પોત પોતાના કામે લાગી ગયા હતા. પરંતુ બને વચ્ચે સંવાદ અને ચર્ચા લગભગ રોજ જ દિવસના બે વાર થતી હતી. એક વાર સવારે જ્યારે પણ સમય મળે તૃપ્તિ એ ફોન કરીને પૂછી લેવાનું કે કઈ અરજન્ટ છે કે કેમ અને રાત્રે 12 વાગ્યે સુતા પહેલા પ્રતિકનો ફોન આવે ત્યારે બને લંબાણપૂર્વક દિવસના તમામ પ્રકારના સંબધિત બનાવોની ચરચા અને વિચાર વિમર્શ એકબીજા સાથે કરી લેતા હતા. આ ઘણા સમયથી તેમનો ક્રમ બની ગયો હતો. બને બહારગામ હોય કે