કાશી ની કરવત

(66)
  • 9.2k
  • 2
  • 3.5k

અનિકેત એની રગશિયા ગાડા જેવી બેહાલ જિંદગીથી ખૂબ જ કંટાળી ગયો હતો. જીવન જીવવામાં એને હવે કોઈ જ રસ રહ્યો નહોતો. કિસ્મત એની સાથે જાણે કે મજાક કરી રહ્યું હતું. એના તમામ મિત્રો ક્યાંથી ક્યાં આગળ નીકળી ગયા હતા જ્યારે આટલાં વર્ષો પછી પણ એ થાંભલાની જેમ ત્યાંનો ત્યાં જ ઊભો હતો. ના હવે જીવવું જ નથી !!! સુરતની એન્જિનિયરિંગ કોલેજમાંથી સિવિલ એન્જિનિયર ની ડિગ્રી મળી ત્યારે એ કેટલો બધો ખુશ હતો !! ટોપ રેન્ક આવ્યો હતો એનો. આજે દસ દસ વર્ષ વીતી ગયા પછી પણ પંદર વીસ હજારથી વધારે પગાર કોઈ એને આપતું નહોતું. ભણવામાં હોશિયાર હતો અને નોલેજ