ભાગ - 09 રોહન મેધા ને છોડીને ચાલ્યો જાય છે. મેધા તેને રોકવા માગતી હોય છે પણ તે રોહન ને રોકી શકતી નથી. મેધા ના મનમાં એજ વિચાર ચાલી રહ્યો હોય છે " રોહન ને સમજવામાં હું ભૂલ કઈ રીતે કરી શકું? આટલા નેક પુરુષનું હું અપમાન કઈ રીતે કરી શકું? ( થોડી વાર રોકાઈ ને) મેધા તું કોઈ પુરુષ ઉપર આટલી જલ્દી ભરોષો કઈ રીતે કરી શકે? તારી સાથે કંઈ ઓછું થયું છે કે તું ફરીવખત વિશ્વાસ નો મહેલ ઉભો કરવા ચાલી છે. રોહન પણ બીજા મર્દો જેવો જ છે, મારે એનો વિશ્વાસ ન જ કરવો જોઈએ! તારી જીવન