"આસ્તિક" અધ્યાય-14 મામા વાસુકી ભાણાં આસ્તિક માટે તીરધનુષ્ય લાવ્યાં હતાં. પાતાળ લોકોનાં ઘુરંધર શસ્ત્ર બનાવનાર નાગે બનાવી આપ્યુ હતું. વાસુકી નાગને ખબર હતી કે આસ્તિક ઘણો નાનો છે આ ધનુષ્યની પણછ ચઢાવવા માટે પણ.. જરાત્કારુ બેલડીનો એકનો એક પુત્ર નાનપણથીજ બહાદુર લક્ષણ ધરાવતો. કોઇક અગમ્ય અને પ્રભુનાં અવતારનો અંશ હતો એને ખૂબ પ્રેમથી બનાવરાવ્યુ હતું. આસ્તિકે જોઇનેજ કહ્યું હું આ ધનુષ્યની પણછ ચઢાવીશ. અને જરાત્કારુ માં બાબા અને વાસુકી મામા હસી પડ્યાં હતાં. આસ્તિક રીસાયો અને બોલ્યો તમારાં માટે હું નાનો છું પણ મને ખરેખર નિશાન વિધતાં આવડે છે. પિતાશ્રીએ મને હું ગર્ભમાં હતો ત્યારથી બધુ શીખવ્યુ છે. જરાત્કારુમાંથી સાંભળીને રહેવાયુ