માર્સ

  • 4.4k
  • 1.2k

મંગળ ગ્રહ(માર્સ) કોણે શોધ્યો એ તો કહી ના શકાય કારણ કે તે નરી આંખે દેખી શકાય છે અને આ 'કાટ' જેવા અથવા લાલ રંગના ગ્રહને હજારો વર્ષોથી પૃથ્વી પર રહેતા માનવો જોતા આવ્યા છે. માર્સનો આ લાલ રંગ તેની જમીનમાં આયર્નનું પ્રમાણ વધુ હોવાને કારણે જોવા મળે છે! મંગળ ગ્રહને 'માર્સ' કહેવામાં આવે છે અને આ માર્સ નામ રોમનો ધ્વારા રાખવામાં આવ્યું હતું. રોમનો ધ્વારા તેમના યુધ્ધના દેવતા 'માર્સ' ઉપરથી તેનું નામ માર્સ રાખવામાં આવ્યું હતું. કારણ કે તેનો લાલાશ પડતો રંગ યુધ્ધના મેદાનમાં વહેતાં લોહીને પણ મળતો આવે છે! ૧૬૧૦માં 'ગૅલિલિયો ગૅલિલિ' ધ્વારા પ્રથમ વખત ટેલિસ્કોપ ધ્વારા ખૂબ જ