લેખ:- હોળી વિશે માહિતીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆજે થોડી ચર્ચા હોળીના તહેવાર વિશે કરી લઈએ. આમ તો હોળીના તહેવારને લઈને ઘણી બધી માન્યતાઓ છે, એમાંની કેટલીક જાણીતી, કેટલીક અજાણી બાબતો વિશે જાણીએ.હોળીનો તહેવાર ઘણાં અલગ અલગ નામથી ઓળખાય છે, જેવા કે, રંગોનો તહેવાર, દોલોત્સવ, વસંતોત્સવ, દોલયાત્રા, કામદહન વગેરે. આ ઉપરાંત, ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં એ હુતાશની, આસામમાં ફાકુવા, ગોવામાં ઊકકુલી તરીકે ઓળખાય છે. 7મી સદીના સંસ્કૃત નાટક રત્નાવલીમાં પણ હોળીનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરથી કહી શકાય કે હોળી એ ઘણાં સમયથી/ ઘણી સદીઓથી ઉજવાતો તહેવાર છે. હોળી પ્રગટાવી આસુરી શક્તિનો નાશ કરવો અને દૈવી શક્તિની પૂજા કરી તેમનું સન્માન કરવું એ