પરાગિની 2.0 - 19

(42)
  • 3.7k
  • 2
  • 1.9k

પરાગિની ૨.૦ - ૧૯ રિનીનાં જે ન્યૂઝ રાત્રે ઓનલાઈન આવ્યા હોય છે તે બીજા દિવસે સવારે ન્યૂઝપેપરમાં આવી ગયા હોય છે અને આ ન્યૂઝ દાદા અને આશાબેન વાંચે છે. દાદા ન્યૂઝ વાંચીને થોડા ઢીલા પડી જાય છે અને આશાબેનને કહે છે, રિની આ વાંચશે તો શું વિતશે એની પર? મેં રિનીને કહ્યું હતું કે તે ફેમીલી નથી સારી... બહુ દુ:ખી થશેએ... મારી વાત ના માની એને... જો હેરાન કરવાનું ચાલુ પણ કરી દીધુ...! આશાબેન પણ ઢીલા પડી જાય છે. આશાબેન કંઈક વિચારી કપડાં બદલી તેઓ નવીનભાઈનાં ઘરે જાય છે. દાદી નીચે જ બેઠા હોય છે. દાદી આશાબેનને જોઈ તેમને આવકારે