એંશી “વરુણ પ્રત્યે મારા ગુસ્સાને લીધે મેં ઘણીવાર તારું પણ અપમાન કર્યું છે સોનલ. મને બધુંજ યાદ છે, અને એનું મને ખૂબ દુઃખ છે.” સુંદરીએ સોનલબાના બંને હાથની હથેળીઓ પકડી લીધી. “વરુણભાઈ મારો ભાઈ છે અને પોતાના ભાઈ માટે બહેન થોડું સહન કરે અને બહેન માટે ભાઈ થોડું સહન કરી લે એવી લાગણી તો કુદરતી છે ને?” સોનલબાએ લાગણીશીલ થઈને કહ્યું. “જોયું અરુમા? હું કહેતી હતીને તમને? સોનલ અને વરુણ ભલે સગાં ભાઈ-બહેન નથી પણ એ લોકો એકબીજા સાથે એવી રીતે વર્તન કરે છે કે બીજા કોઈને આ વાત પર વિશ્વાસ જ ન થાય. સોનલ, વરુણને તો મેં મારો