ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 15

(64)
  • 5.5k
  • 2
  • 1.2k

જહાજ ધ્રુજવા લાગ્યું. એટલે ક્રેટી અને એન્જેલાના પેટમાં તો ફફડાટ વ્યાપી ગયો. જ્યારે બાકીના બધા જાણે કંઈ બન્યું જ ના હોય એવીરીતે જહાજના વિવિધ ભાગો ચેક કરતા હતા. "પીટર તને કંઈ અનુભવાતું નથી.! આખું જહાજ હાલક - ડોલક થઈ રહ્યું છે.' કોલસો ચેક કરી રહેલા પીટરને પાછળથી હચમચાવતાં એન્જેલા બોલી. "અરે પણ આટલી ગભરાય છે કેમ તું ? દરિયાના પાણીની સપાટી હવે જહાજના તળિયાને અડકીને ઉપર આવી રહી છે એટલે જહાજ પાણીમાં આમતેમ હલે છે.' પીટર એન્જેલાને સમજાવતા બોલ્યો. "પણ..' એન્જેલા હજુ પણ ગભરાયેલી હતી. એ આટલું બોલીને અટકી ગઈ. "પણ શું ?? અકળાયેલા પીટરે સામો પ્રશ્ન કર્યો. "આપણે