બારણે અટકેલ ટેરવાં - 11

  • 2.8k
  • 1.2k

|પ્રકરણ – 11| શિવાનીનો ફોન મુકીને નજર દરિયા પર ટેકવી રાખી. લગભગ ૧૫  મિનીટ. લહેરો આવે ને અથડાય...આવે ને અથડાય... !! ભરી દીધું બધું આંખમાં. સ્ટોક કરી લીધો રવિવાર સુધીનો.    ઘરે પહોચ્યો ત્યારે મા ને પપ્પા રાહ જોતા હતા. કેમ બીજીવાર ગયો હતો એમ પૂછ્યું નહિ પણ પૂછવા માંગતા હશે એવું લાગ્યું. મેં આમ જ ફોન એક બે વાર જોયો ને એ લોકો સમજી ગયા. પ્રશ્ન નીતરી ગયો.    “તું તારા જવાની વ્યવસ્થા એટલે કે ટીકીટ બુક કરાવી દે. શનિવાર રાત્રે અહીંથી નીકળે એવી એક સુપરફાસ્ટ train છે – રવિવાર સવારે ત્યાં પહોચાડી દેશે. હવે ફલાઈટમાં જવું પડે એવી