બારણે અટકેલ ટેરવાં - 9

  • 3.6k
  • 1.3k

|પ્રકરણ – 9| શિવાની ના હોઠ પર આવીને કશુક અટકી ગયું. તુટક હતું કે સ્ફુટ નહોતું કરવું –કે બીજું કશુક – પણ કૈંક તો છે જ. હશે જે હશે તે બહાર આવશે. મેં સમય અને ડિસ્ટન્સ નો તાલમેલ કરવા સ્પીડ વધારી. સાવ પીચ ડાર્ક હતું બહાર. પણ આ અંધારાની સુંદરતા ય અજબ હતી. આકાશ દેખાતું સામે અને આજુબાજુ એ બહુ ખચિત લાગતું. અનેક તારાઓ – ને આ સપ્તર્ષિ- મોનિકા – ક્યાં હશે ? – ને નીચે ખીણમાં દેખા દેતી ઝીણી લાઈટ્સ નાના ગામ હોવાની ખબર આપતા. ટનલ્સ વધુ પ્રકાશમય લાગી. ને આ શું મારો ફોન રણક્યો. – પપ્પાનો ફોન ?