હું ને મારિયા બન્ને ફરી ટાપુ પર જવા નીકળી પડ્યા અમે ફરી લાઈટહાઉસ તરફ ગયા ત્યાં પહોંચી અમે ફરી અંદર સાપ શોધવાનું ચાલુ કર્યું કમનસીબે ત્યાં એક પણ સાપ નહોતો લગભગ બપોર થવા આવી હતી માથે વાદળછાયું વાતાવરણ હતું મોટાભાગે વહેલી સવારે અને રાત ના સમયે ખોરાક ની શોધ માં બહાર નીકળતા હોય છે અને ઉનાળા ની ગરમી માં દિવસે દર્શન આપે !! અમે લાઈટહાઉસ થી ઉત્તર તરફ ઝોળી લઈ નીકળી પડ્યા હાથ માં લાકડી અને ખભે ટીંગાવેલું લેધર નું બેગ જેમાં સાપ નું સાઈઝ માપવા માટે ની ટેપપટ્ટી જરૂરી એન્ટી વેનોમ અને બીજું પરચુરણ સાથે જ રાખતા. અમે ગોલ્ડન