પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૦

(60)
  • 5k
  • 4
  • 2.7k

બીજા દિવસે જીનલ ને ઑપરેશન થિયેટર માં લાવવામાં આવે છે. ડોકટર સાહેબ ઓપરેશન ની બધી તૈયારી કરી ચૂક્યા હતા. ડોકટર સાહેબ ઓપરેશન થિયેટર માં બે નર્સ સાથે ત્યાં આવે છે. જીનલ ની પહેલા તપાસ કરે છે. તો જીનલ ની તબિયત નોર્મલ દેખાઈ છે. એટલે ઓપરેશન કરવું ડોક્ટર સાહેબ ને યોગ્ય લાગ્યું.ડોકટર સાહેબ જેવા જીનલ ના પેટમાં ચેકો મારવા જાય છે ત્યાં તેના હાથ રોકાઈ જાય છે. આ પહેલા ડોક્ટર હતા, જેનો હાથ ઑપરેશન કરવા રોકાઈ રહ્યો હતો. આ તેની જીનલ પ્રત્યે લાગણી નહિ પણ એક માસૂમ બાળક ના જીવ લેવાની વાત હતી. સતત ડોક્ટર સાહેબ નો હાથ ધ્રુજતા જોઇને નર્સ બોલી