ધીરેન ને વધુ શોધવા પોલીસ આખા શહેરમાં ફરી વળી. આખરે તેને ધીરેન ના માતા પિતા નું એડ્રેસ મળ્યું. મળેલ એડ્રેસ પર પોલીસ પહોંચે છે ત્યાં દરવાજા પર ધીરેન ના પિતા ઊભા હોય છે. પોલીસ તેમની પાસે જઈને એટલું પૂછે છે.ધીરેન તમારો દીકરો છે..?ધીરેન ક્યાં છે.? આંખ પરના ચશ્મા સરખા કરીને બોલ્યા. સાહેબ ધીરેન મારો જ દીકરો છે. પણ અત્યારે તે મારો રહ્યો નથી જ્યાર થી તેણે મારા ઘરે ચોરી કરી ત્યાર થી મે તેને ઘરે થી કાઢી મૂક્યો છે. અને મારી મિલકત નો તે વારસદાર નથી તેવું મે સ્ટેમ્પ પેપર પર લખાણ કરી લીધું છે. આપને તે લખાણ જોવું હોય તો