ઓગણએંશી દરવાજો ખુલ્યો અને સામે અરુણાબેન દેખાયા. વરુણ આગળ હતો અને તેની સહેજ પાછળ સોનલબા ઉભા હતાં. “આવ... આવો આવો.” અરુણાબેને પહેલાં વરુણને જોયો અને પછી એમનું ધ્યાન પાછળ ઉભેલાં સોનલબા તરફ ગયું. સહેજ ધ્રુજતા પગે અને જોરથી ધબકી રહેલા હ્રદયે વરુણ આલીશાન બેઠક ખંડમાં પ્રવેશ્યો અને પાછળ સોનલબા પણ ધીમે પગલે આવ્યા. અરુણાબેનના પતિ ઉદ્યોગપતિ હતા એટલે બેઠક ખંડનું રાચરચીલું જોઇને જ ખ્યાલ આવી ગયો કે આ પરિવાર અત્યંત શ્રીમંત છે. “હાઈ!” આમતેમ નજર કરી રહેલા વરુણના કાનમાં જમણી તરફથી સુંદરીનો મીઠો અવાજ પડ્યો. સુંદરી તરફ વરુણની નજર ગઈ ત્યારે એ તેના અને સોનલબા તરફ હાથ હલાવી રહી