આરોહ અવરોહ - 29

(111)
  • 6.4k
  • 2
  • 3.9k

પ્રકરણ - ૨૯ સવાર પડતાં એની હંમેશાં સમયસર રહેવાની આદતને કારણે કર્તવ્ય આઠ વાગ્યા પહેલાં જ પોતાનાં રૂમમાં તૈયાર થઈ રહ્યો છે. ત્યાં જ સમર્થનો ફોન આવ્યો, " પોસિબલ હોય તો રાતની બેચલર પાર્ટી માટે ચોક્કસ આવજે‌. તું હોય તો મને પણ મજા આવશે‌ યાર." કર્તવ્ય : " હા, ટ્રાય કરું છું બસ?" ત્યાં જ શિલ્પાબેન નોક કરીને એનાં રૂમમાં આવતાં બોલ્યાં, " ક્યાં જવાનું છે મારાં રાજકુમારને?" " અરે મોમ અમારો સ્કૂલ ફ્રેન્ડ વીકી નહોતો એનાં મેરેજ છે તો એની બેચલર પાર્ટી રાખી છે તો એનાં માટે સમર્થનો ફોન હતો." શિલ્પાબેન ખુશ થઈને બોલ્યાં, " હા તો જા સારું