આરોહ અવરોહ - 28

(109)
  • 6.5k
  • 4
  • 3.9k

પ્રકરણ - ૨૮ લગભગ સવાર પડતાં અજવાળું થયું. સાતેક વાગતાં ક્યાંક વહેલી સવારે ચાલવા આવનાર, તો ક્યા લટાર મારનારાઓની બીચ પર થોડી થોડી અવરજવર શરું થઈ. કોઈ હાવરા એક્સપ્રેસની જેમ ભાગતા તો કોઈ પરાણે ખેંચીને લાવ્યાં હોય એમ પરાણે ડગ માંડી રહ્યાં છે. હવે એ જગ્યાએ આ રીતે બેસી રહેવું બધાંને સલામત ન લાગ્યું. સોના બોલી, " બધાંને ઠીક લાગે તો આપણે રાઉન્ડ મારતાં હોય એમ થોડું ચાલીએ. રખે કોઈ આપણને ઓળખી જાય. આપણે બે બે જણાં સાથે ચાલીએ આપણા દુપટ્ટા સાથે જેથી કોઈ શંકા ન જાય. ત્યાં સુધીમાં કોઈ સાથે હોસ્પિટલ માટે પણ તપાસ કરી લઇએ." આધ્યાને હજું નબળાઈ